FORESTS & ENVIRONMENT DEPARTMENT
(Government of Gujarat)
 
Home | Contact | Feedback | Sitemap
 
 
menu-images
Social Forestry
 
Introduction & Objectives
Success Stories
Objectives
Benefits
Awards
Trees Planted Under Social Forestry
Details of Trees According to Agro-Climatic Zone
Dashmool
   
   
   
 
 

Trees Planted Under Social Forestry
Home » Social Forestry
 
સામાજીક વનીકરણ ક્ષેત્રના અગત્યના વૃક્ષો અને તેની માહિતી
અ.નં. નામ શાસ્ત્રીય નામ કૂળ માહિતી બીજ
૧. અશોક સરાકા
ઇન્ડિકા
સીઝાલ્પીનીએસી અણીદાર પાન ધરાવતું મધ્યમ કદનું બારેમાસ લીલું રહેતું વૃક્ષ છે. નારંગી કે પીળા અને છેલ્લે લાલ રંગ ધરાવતા સુવાસિત કૂલો હોય છે. સુશોભિત હોવાથી તેને બગીચામાં ઉગાડવામાં આવે છે. રાવણ દ્વારા અપહરણ કરી કેદ રખાયેલાં સીતાજી અશોકવાટિકામાં આ વૃક્ષ નીચે બેસતાં હતાં. જુલાઈ
૨. અર્જુન સાદડ ટર્મીલિયા
અર્જુના
કોબ્રીટેસી જંગલ વિસ્તારમાં નદીનાળા કાંઠે મોટા જથ્થામાં જોવા મળતાં આ વૃક્ષો મોટા કદનાં હોય છે અને તેની છાલ આછી લીલી કે આછા ગુલાબી સફેદ રંગની હોય છે. તેનું લાકડું ગાડું તેમજ ખેતીનાં ઓજારો બનાવવામાં વપરાય છે. તેની છાલ ટેનીંગ તેમજ ડાઇંગમા ઉપયોગી છે. ઔષધિ તરીકે પણ આ વૃક્ષ ઉપયોગી છે. ફેબ્રુઆરી થી મે
૩. અંજન હાર્ડવીકીયા
બાયનાટા
સીઝાલ્પીનીએસી જંગલ વિસ્તારમાં જોવા મળતું મોટા કદનું વૃક્ષ છે. તેનાં ફૂલ લીલાશ પડતા પીળા રંગનાં હોય છે. તેની ફળી એકબીજ વાળી હોય છે. તેનાં પાંદડાં પાલા તરીકે વપરાય છે. ઉગતા બીજને પક્ષીઓ ખાઈ જતા હોઈ ધ્યાન રાખવું જરૂરી છે. એપ્રિલ થી મે
૪. અંજીર ફાયક્સ
કેરીસા
મોરેસી નાના કદનું વૃક્ષ છે. તેનાં ફળ માટે તેને ઉગાડવામાં આવે છે. તેનાં ફળ સૂકા માવા તરીકે પણ વપરાય છે.   
૫. અરડૂસી અધાતોડા
વેસિકા
એકેન્થેસી સફેદ ફૂલ તથા મોટાં પાન ધરાવતું બારેમાસ લીલું રહેતું ક્ષુપ છે. સામાન્ય રીતે વાડ ઉપર જોવા મળે છે. તેના પાન તથા મૂળ ઉધરસ, દમ વગેરના ઉપચારમાં વપરાય છે. તેનાં પાન ચામડીના રોગો સામે પણ ઉપયોગી છે. માર્ચ થી એપ્રિલ
૬. અરડૂસો આઇલેન્થસ
એકસેલ્સા
સીમારૂબેસી પડતર જમીનમાં જોવા મળતું, ઝડપથી ઉગતું મોટા કદનું વૃક્ષ છે. રસ્તાની બાજુમાં સુશોભિત વૃક્ષ તરીકે ઉછેરવામાં આવે છે. તેનું લાકડું સફેદ રંગનું પોચું હોય છે. તે દિવાસળીની સળી બનાવવામાં વપરાય છે. તદ્‍ઉપરાંત પેકીંગ ખોખાં, રમકડાં, સંગીતનાં સાધનો, ટેકા વગેરે બનાવવા વપરાય છે. તેનાં પાન પાલા તરીકે વપરાય છે. પવન અટકાવવા તથા જમીન ધોવાણ ઓછું કરવા ઉછેરવામાં આવે છે. તે દુષ્કાળની પરિસ્થિતિ સહન કરી શકે છે. મે થી જૂન
૭. આકાશ લીમડો મેલીંગટોનીયા
હોરટેન્સીસ
બીગ્નોનીએસી 'બૂચ' ના ઝાડ તરીકે જાણીતું આ વૃક્ષ ઊંચું ખરબચડી છાલવાળું હોય છે. તેનાં પાન ઘાટા લીલા રંગના અને ફૂલ સફેદ રંગનાં તથા સુવાસિત હોય છે. બગીચામાં તથા રસ્તા બાજુએ વાવવામાં આવે છે. ડિસેમ્બર થી જાન્યુઆરી
૮. આંબો મેન્જીફેરા
ઇન્ડિકા
એનાકારડીએસી બારેમાસ લીલુ રહેતું મોટા કદનું વૃક્ષ છે. તે જંગલ તથા ખાનગી જમીનમાં જોવા મળે છે. ફળ માટે તેની ખેતી થાય છે. રસદાર તેમજ સ્વાદિષ્ટ ફળના કારણે તે ફળોનો રાજા ગણાય છે. તેના ફળનો રસ પીણાં, આઇસ્ક્રીમ તથા જામ બનાવવા વપરાય છે. તેનું લાકડું પેકીંગ ખોખાં, ખેતીનાં ઓજારો તથા મકાનની અંદરના લાકડા કામોમા વપરાય છે. પસંદગીની જાતોની કલમ ચડાવી તેનો ઉછેર કરવામાં આવે છે.   
૯. આમલી ટેઁમોરીન્ડસ
ઇન્ડિકા
સીઝાલ્પીનીએસી પડતર જમીનમાં જોવા મળતું મોટો ફાલ ધરાવતું, મોટા કદનું વૃક્ષ છે. તેનું લાકડું ગાડાનું પૈડું તથા તેલની ઘાણી બનાવવામાં વપરાય છે. તેનું લાકડું બળતણ તરીકે પણ સારું છે અને તેનો કોલસો બનાવી શકાય છે. તેની છાલ ઔષધ તરીકે તેમજ ટેનીંગમાં વપરાય છે. તેનાં પાન પાલા તરીકે તેમજ શાકભાજીમાં વપરાય છે. તેનું ફળ ખાયી શકાય છે અને તેના ખાટા સ્વાદને કારણે ચટણી તેમજ અન્ય બનાવટોમાં વપરાય છે. તેનું આયુષ્ય ઘણું લાંબું હોય છે તે રસ્તા બાજુઁમાં ઉછેરવામાં આવે છે.   
૧૦. આમળા એઁબ્લીકા
ઓફીસીનાલીસ
યુફોરબીએસી જંગલ વિસ્તારમાં મધ્યસ્તરીય જોવા મળતું મધ્યમ કદનું વૃક્ષ છે. તેનું થડ વાંકુચુંકુ તથા તેની છાલ લીલાશ પડતી ગ્રેકલરની હોય છે. તેની છાલ મો ટુકડાઁમાં ઉખડે છે. ઊંચી કેલરીયુક્ત હોવાથી બળતણ તરીકે તેનું લાકડું સારું છે. તેના લાકડામાંથી કોલસો બનાવી શકાય છે. તેનાં ફળ ખાટાં તથા તૂરા સ્વાદનાં હોય છે અને અથાણું, મીઠાઈ તેમજ આર્યુવેદક દવા ચ્યવનપ્રાશ, ત્રિફળાચૂર્ણ બનાવવામાં વપરાય છે. તેનાં ફળ ટેનીંગમાં પણ વપરાય છે. તેનાં ફળ તથા ફળનો ભૂકો માંથામાં નાંખવાના તેલ તેમજ વાળને રંગ કરવામાં વપરાય છે. નવેમ્બર થી ફેબ્રુઆરી
૧૧. અરીઠો, અરીઠી સેપીન્ડસ
લ્યોરીફોલીઅસ
સેપીન્ડેસી પાનખર પ્રકારનું મોટા કદનું વૃક્ષ છે. તેનાં પાન લેન્સીઓલેટ તથા એક્યુમીનેટ, પ્રકારનાં હોય છે. તેનું લાકડું ગાડું તેમજ તેલની ઘાણી બનાવવામાં વપરાય છે. તેનાં ફળ અરીઠા તરીકે જાણીતાં છે અને માંથાના વાળ તેમજ કપડાં ધોવામાં વપરાય છે. ફેબ્રુઆરીથી એપ્રિલ
  NEXT» 
Home | Feedback | Contact Us | Sitemap
  © Forests & Environment Department. All rights reserved. Developed by : Silver Touch Technologies Ltd.  
Visitor :